Wednesday, December 28, 2016

ભારતનો સાંસ્કૃતીક વારસો - સનાતન ધર્મ




ભારતનો સાંસ્કૃતીક વારસો - સનાતન ધર્મ
 પ્રાચીન ભારતની વૈદીક સમયની સંસ્કૃતિ ધર્મ આધારિત છે. અને તે સનાતન ધર્મ નાં નામે ઓળખાય છે.આ સનાતન ધર્મ  સંસ્કૃતિ શું છે.? એ ભારતના પ્રાચીનકાળના ઋિષ-મુનિઓએ શીખવેલી આદર્શ જીવન પદ્ધિત છે.એ માનવજાતને સાચા પિરપ્રેક્ષ્યમાં જીવનને સમજવામાં સહાય કરે છે.એ માનવ અિસ્તત્વના દુન્યિવી તેમજ આદ્યાત્મિક  પાસાંઓને આવરી લે છે.એ માનવજાતને માત્ર કા૯પિનક સ્થિતિ  અને સાચી વાસ્તિવકતા વચ્ચેનો ભેદ સમજવામાં સહાય કરે છે અને જીવનમાં ભૌતિકવાદ અને અધ્યાત્મવાદને તુલનાત્મક રીતે કેટલું મહત્વ આપવું જોઇએ તે નક્કી કરતાં શીખવે છે.એ ઉપદેશે છે કે જે મનુષ્યો બાહ્ય જગતના આકર્ષણો અને મનોવિકારોથી મુકત બની જીવન જીવે છે તેઓને માનિસક સમતા,શાંતિ અને આદ્યાત્મિક પ્રબોધન અવશ્ય પ્રાપ્ત થાય છે.વળી એ વ્યવહારીક ઉપયોગીતાપ ણ ધરાવે છે કારણ કે એ પરીશ્રમ અને આરામ,ઉદ્યમ અને પ્રત્યાહાર તથા સુખભોગ અને ત્યાગવ્રીતી  વચ્ચે સમન્વય સાધતાં શીખવે છે.
 આ દ્રિષ્ટએ સનાતન ધર્મ એ પ્રાચીન ભારતના ઋિષમુનિઓ તરફથી માનવજાતને સાંસ્કૃતિક   વારસારૂપે મળેલું અિત મૂ૯યવાન જ્ઞાન છે.આ જ્ઞાનમાં રહેલા સનાતન સત્યો સ્મરણાતીત સમયથી લઇને અનેક સદીઓ પર્યન્ત સંચિત થતાં રહયાં છે.વળી લાંબા સમય સુધી આ સત્યો અગિણત ઋિષમુનિઓ,સંતો,યોગીઓ અને ભકતોના અનુભવોની એરણ પર
પુષ્ટી પામેલાં છે.સનાતન ધર્મના તત્વજ્ઞાનના  સિદ્ધાંતો ભારતનાં વેદ ગ્રંથોમાંથી તારવેલા છે અને વેદો જગતના સર્વથી પ્રાચીન ગ્રંથો છે એવો ઇિતહાસકારોનો મત છે.આ દ્રિષ્ટથી સનાતન ધર્મને ધણીવાર વૈદીક ધર્મ પણ કહેવામાં આવે છે.

આધુનિક જીવનશૈલીનાં દૂષણો 
અર્વાચીન ભૌતિકવાદી જીવનશૈલીના કારણે માનવજાતનું વિભાજન કરતી દિવાલો ખડી થઇ છે.પિરણામે પૂર્વી તથા પિશ્વમી જગત,ગરીબ અને તવંગર દેશો,ઉદારમતવાળી અને અસિહષ્ણું પ્રજાઓ,રૂઢીચુસ્ત લોકો અને અવળા માર્ગે વળેલા લોકો,વર્ચસ્વ ચલાવતો સમાજ અને તાબેદારી ઉઠાવતો સમાજ,એવા અનેક પ્રકારના િવભાજનો જોવા મળે છે.આવા વિભાજનોના કારણે તરકટબાજી અને લડાયક મનસૂબાઓના બીજ રોપાય છે.આ બધું કમનસીબ બાબત છે કે સાંપ્રતમાં આપણે આધ્યાત્મિક  સિદ્ધાંતોને વીસરી ગયા છીએ અને આપણાં જીવનમાં ભૌતિકવાદી સિદ્ધાંતોને છૂટો દોર આપી દીધો છે.

ભૌતિકવાદ વિરુદ્ધ અધ્યાત્મવાદ 
આવી પિરિસ્થિતમાં પણ સનાતન ધર્મનો દીપક હજી આધ્યાત્મિક  સિદ્ધાંતોનો પ્રકાશ ફેંકી રહ્યો છે.તેના ઉિચત ઉપયોગ વડે માનવજાત યુદ્ધ અને કાપાકાપીના રસ્તાને ત્યજી શાંતિ અને સંવાદિતા તરફ પ્રયાણ કરી શકે છે.ભૌતિકવાદી સિદ્ધાંતો આપણને સ્વાર્થી અને પિરગ્રહી બનાવે છે.ભૌતિકવાદી સિદ્ધાંતો આપણને પોતાના માટે તેમજ આપણા વંશવારસો માટે ખૂબ સંપિત એકઠી કરવા પ્રેરે છે, જે આપસ્વાર્થીપણાને આગળ ધપાવવાની ઇચ્છાને પોષે છે.બીજી બાજુ આધ્યાત્મિક  સિદ્ધાંતો આપણને અંતરાત્મા તરફ યોગ્ય દિશામાં લઇ જાય છે.જે સ્વત્વને ભુલાવી અહંભાવને વશ કરવામાં પિરણમે છે.ભૌતિકવાદી સિદ્ધાંતો હું અને મારું ની ભાવના સાથે જોડતા હોઇ આપણને સંકીર્ણતાનાં પિંજારામાં કેદ કરી બંધનોમાં જકડી રાખે છે,જયારે આધ્યાત્મિક સિદ્ધાંતો આપણને બધાં જ બંધનોમાંથી મુકત બનાવી આત્માના મુકતપણાનો અનુભવ કરાવે છે. આવો આત્મસાક્ષાત્કાર પામવામાં ભૌતિકવાદી સિદ્ધાંતોએ આપણામાં પેદા કરેલી કદી સંતોષાય નહીં એવી સંગ્રહેચ્છા નડતરરૂપ બને છે.બીજી બાજુ આધ્યાત્મિક સિદ્ધાંતો આપણી અંતરાત્મા તરફ ગિત કરાવી નિજાનંદનાં પૂરને રોકતા દરવાજાઓ ખોલી નાખે છે.

ભૌતિકવાદી સંસ્કૃતીઓના પ્રકારો 
આજે જગતમાં પિશ્વમી સંસ્કૃતિ ની બોલબાલા છે.જો કે હકીકતમાં પિશ્વમી સંસ્કૃતિ  એવું કોઇ જ નામ નથી.પિશ્વમ એટલે શું એ તો માત્ર દિશા છે. એ કોઇ સંસ્કૃતિનું નામ નથી. માટે આપણે એને ભોગવાદી અથવા ભૌતિકવાદી સંસ્કૃતિ  કહીશું.
 ભૌતિકવાદ એટલે શું? અંગ્રેજીમાં એને મિટિરયાલીઝમ કહે છે.સ્થૂળ પદાર્થનું અંગ્રેજી મિટિરયલ.આપણે જેને નજરે જોઇ શકીએ છીએ એ પદાર્થ છે અને પદાર્થનું અંગ્રેજી મિટિરયલ છે.એ પદાર્થવાદ કે ભૌતિકવાદ અત્યારે જગતમાં ખૂબ ફેલાયેલો છે.આપણને જેટલું નજરે દેખાય એટલું જ સત્ય છે અને નથી દેખાતું એનું અિસ્તત્વ જ નથી.આ ભૌતિકવાદ અને ભૌતિક વિજ્ઞાનનો સિદ્ધાંત છે.ભૌતિકવાદ કહે છે કે પદાર્થમાંથી જ આનંદ મેળવવો,એમાંથી જ સુખી થવું અને એના દ્રારા જ મનુષ્યનો જન્મ સફળ થઇ શકે છે.પદાર્થ સંબધી શોધખોળ દ્રારા ઉદ્ધાર થઇ જાય કે ક૯યાણ થઇ જાય એવું માનવું એ ભૌતિકવાદ અથવા પદાર્થવાદ છે.જો આપણે એમ માનીએ કે પદાર્થ મારું ક૯યાણ કરી દેવાનો છે, તો આપણે પદાર્થથી પણ નીચા છીએ એતલું તો નક્કી માનવું પડે. પથ્થર પદાર્થ છે અને જો આપણું ક૯યાણ કરી દેવાનો છે એમ માનીએ તો આપણે પથ્થરથી પણ નીચે ગયા એન સમજવું રહ્યુ.જયાં ચેતન આત્મા કરતાં જડ અનાત્મ પદાર્થનું પ્રાધાન્ય સ્વીકારવામાં આવે એનું નામ ભૌિતકવાદી સંસ્કૃતિ છે.ભૌતિકવાદી સંસ્કૃતિ જયાં આત્માને જ નથી ઓળખતી તો પછી પરમાત્મા કે બ્રહ્મને કયાંથી ઓળખે? વિજ્ઞાનવાદીઓ કે ભૌતિકવાદીઓ કોઇ ચેતન તત્વને જ માનવા તૈયાર નથી.એ બધા કહે છે કે જો કયાંય ભગવાન હોય તો અમને બતાવી દો.અમે અમારી આંખે એને જાઇએ તો જ માનીએ કે ભગવાન છે.બાકી જે નજરે નથી દેખાતું એને અમે માનતા નથી.આત્મા કે જીવ જેવું કંઇ તમારી અંદર હોય તો બતાવી દો.તો જ અમે માનીએ કે આત્મા કે જીવ છે.પ્રત્યક્ષ ખાતરી કર્યા વિના અમે આત્મા,પરમાત્મા કે ભગવાનમાં માનવા તૈયાર નથી.અમે તો સ્થૂળ વસ્તુને કે પદાર્થને જોઇ અને સ્પર્શી શકીએ છીએ તેથી તેને માનીએ છીએ.આવી માન્યતા ધરાવવી એ ભૌિતકવાદી સંસ્કૃતિ છે.એનાં પિરણામરૂપે જે કેટલાંક વાદો ઉદ્ભવ્યા અને જગતમાં ફેલાયા તે વિશે જરા સમજી લઇએ.જયાં ભૌતિકવાદી સંસ્કૃતિઓ છે ત્યાં ત્રણ પ્રકારના વાદોમાંથી એક વાદ છે મૂડીવાદ અથવા કેપીટાલીઝમ એનો પાયાનો સીદ્ધાંત એ છે કે પૈસો મારો પરમેશ્વર છે.આવડત અનુસાર અિનયંત્રીત અને અમર્યાદ ધન કમાવો અને સુખ સગવડ ભોગવી જીવનમાં મોજ મઝા કરો.જે સમાજ એમ માને છે કે પૈસો જ બધું છે,એ જ સૌનું ક૯યાણ કરી શકે અને પૈસાથી જ સુખ મળશે તો એ સમાજ મૂડીવાદી છે.બીજો સમાજવાદ જરા જુદા પ્રકારનો વાદ છે. પરંતું એની ચર્ચા કરતા પૂર્વે ત્રીજા સામ્યવાદની વાત કરું છું.સામ્યવાદ એમ કહે છે કે પરમેશ્વર જ નથી,તો પછી પૈસાને પણ પરમેશ્વરનું નામ શું કામ આપો છો? જો પરમેશ્વર છે જ નહીં તો એની સંજ્ઞા પણ કોઇને અપાય નહીં.પરમેશ્વર જેવું કંઇ નથી.એ માન્યતા જ ખોટી છે,એ િવચાર જ ખોટો છે. જેમ પરમેશ્વર નથી તેમ પૈસોય કોઇનો નથી.સામ્યવાદ કહે છે કે ધનસંપિત સંપૂર્ણપણે રાજયસતા દ્રારા નિયંત્રિત  હોવી જોઇએ.આ ભૌતિક જગતમાં જે કાંઇ સ્થાવર ચીજ વસ્તુ છે એ બધી સમાજની માલીકીની હોવી જોઇએ,કોઇ વ્યિકતની અંગત માલીકીની નહી સામ્યવાદ કહે છે કે તમામ સ્થાવર-જંગમ સંપિત સમાજની માલીકી બનીજાય તો સમાજનું ક૯યાણ થઇ જાય,આ મૂડીવાદથી વિરુદ્ધની વાત છે.મૂડીવાદ કહે છે કે પૈસો અંગત કમાણીથી મળે છે એટલે દરેકને પોતાની અંગત માલીકીની મૂડી કે ચીજ વસ્તુ હોવી જોઇએ.એમાં દરેકને યથાશિકત મહેનત કરવાની છૂટ હોય છે. જે પામે એટલું એની માલીકીનું.આવડત અનુસાર સૌને ઓછું વધતું મળે એ સ્વભાવિક અને બરાબર છે.એટલે મૂડીવાદની દ્રિષ્ટએ જેમની પાસે વધારે મૂડી એ વધારે સુખી અને ઓછી મૂડીવાળા ઓછા સુખી.તેમની સમજ મુજબ મૂડીવાદી સમાજમાં કોઇ દુ:ખી તો રહેતું જ નથી.સામ્યવાદ એમ કહે છે કે સમાજનો મોટો ભાગ ગરીબ અને દુ:ખી છે અને આ દુ:ખનું કારણ સંપિતની અસમાનતા છે.માલીકીને કારણે કોઇની પાસે ઓછું અને કોઇની પાસે વધુ રહે છે.જેમની પાસે વધુ સંપિત છે તેવી વ્યિકતઓ ઓછી હોય છે અને ઓછી સંપિતવાળી વ્યિકતઓ ઘણી વધારે હોય છે.જો અંગત માિલકનો સવાલ જ ન રહે તો બધી સંપિતને સરખે ભાગે સમાજમાં બધાને વહેંચી દેવાની પરંતુ એમાંય અંગત માલીકી કોઇની રહેવી ન જોઇએ.એ બધી સમાજની જ સંપિત રહે,જેનો બધા સરખે હીસ્સે ઉપભોગ કરે.હવે એ સામાજીક સંપિતનો વહીવટ કોણ કરે? આ પ્રશ્નના ઉકેલ રૂપે સામ્યવાદનો એવો સિદ્ધાંત આવ્યો કે સમાજની અમુક વ્યિકતઓ સમાજ વતી બધી રાજસત્તા ગ્રહણ કરી લે લોકો દ્રારા દરેકને કામ ફાળવવામાં આવે.સત્તાધારી જૂથનો હુકમ છૂટે એનું પાલન પ્રજાએ ફરજીયાત કરવાનું રહે છે.જેમાં સરકાર એટલે એમ કહેવાય કે સમાજનાં સતાધારી પક્ષમાં ટોચ પર બેઠેલા પાંચ-દસ કે પચીસ  પચાસ જણ. એમાં લોકસાહીનું માત્ર નામિસવાય કાંઇ નહી.આ સામ્યવાદ એ નાસ્તીક્વાદ છે.એ પરમેશ્વરના અિસ્તત્વમાં માનતો જ નથી.સામ્યવાદમાં જે સતાધારીઓનો વડો થાય એ જ પરમેશ્વર.તમારે એને પૂજવો હોય તો પૂજો અને ન પૂજવો હોય તો તમારે પરલોક જવાની કાયમ તૈયારી રાખવાની.સામ્યવાદી દેશોમાં સતાધારી વડાઓએ એવા કંઇકને પરલોક મોકલી દીધા છે.મુખ્ય સતાધીશની વિરુદ્ધ કોઇ હરફ બોલે તો સીધો તેને પરલોક મોકલી આપે.
 ત્રીજી સમાજવાદી વ્યવસ્થા ઉપરના બેની એટલે કે મૂડીવાદ અને સામ્યવાદની વચ્ચેની વ્યવસ્થા છે.તવંગર અને ગરીબ વચ્ચે અસમાનતા ઓછી રહે તે માટે રાજ સતા દ્રારા ધનવાનની સંપિત પર નિયંત્રણ મૂકવું,એનું નામ સમાજવાદએમાં પણ સમાજ નક્કી કરે એ વ્યિકતઓ આ બધી બાબતોનો અમલ કરાવે એવી વ્યવસ્થા હોય છે.એ સમાજવાદી સરકાર કહેવાય છે.સમાજવાદમાં પૈસો તો પરમેશ્વર નથી જ ,છતાં પરમેશ્વર છે એવુંય કહેતા નથી.સમાજવાદવાળા હજી કાંઇ નક્કી કરી શકતાં નથી કે પરમેશ્વર હોવો જોઇએ અથવા ન હોવો જોઇએ ? એ કદાચ એમ સમજતા હશે કે પરમેશ્વર હોય તો પણ પૈસાથી બીજા ક્રમે હોવો જોઇએ.એમની દ્રિષ્ટએ પરમેશ્વર વિના ચલાવી શકાય.જો કદાચ પરમેશ્વર હોયતો એનીય સમાજના સભ્યો એટલે મનુષ્યો સાથે સમાનતા થવી જોઇએ.ટુંકમાં સમાજવાદ પણ ભૌતિકવાદી છે.અધ્યાત્મવાદી નથી.તમે વિચારતા હશો કે સનાતન ધર્મ સાથે આ બધા વાદોને શું લાગે વળગે પરંતુ આજની સમાજ વ્યવસ્થાને સમજવા માટે અને આ બધી સમાજ વ્યવસ્થા આજના આધુનિક યુગમાં કસોટીની એરણ પર નિષ્ફળ જઇ રહી છે.એ આજનું સનાતન સત્ય છે. એટલે છેવટે તો પાછા આધ્યાત્મવાદ તરફ જ સમાજે પ્રયાણ કરવાનું રહેશે.હવે આપણે થોડો વિસ્તૃત અભ્યાસ અધ્યાત્મવાદ વિશે કરી લઇએ.


અધ્યાત્મવાદી સંસ્કૃતિ  
હવે એક જ પ્રકારની સંસ્કૃતિ બાકી રહી.એ અધ્યાત્મવાદી સંસ્કૃતિ છે.ભારતીય સંસ્કૃતિ અધ્યાત્મવાદી છે.જો કે ભારતમાં અત્યારે બધી જાતના પ્રયોગો ચાલી રહ્યા છે.ભારતમાં મૂડીવાદી વિચારસરણીવાળા લોકો છે,સામ્યવાદી વિચારસરણીવાળા લોકો છે અને સમાજવાદી વિચારસરણીવાળા લોકો પણ છે.તેમ છતાં ભારતમાં હજી આધ્યાત્મિક વિચારસરણીવાળા લોકો વધારે સંખ્યામાં છે.ભારત પ્રાચીન કાળથી મૂળ અધ્યાત્મવાદી દેશ રહ્યો છે.વર્તમાનમાં એ વારસો ટકી રહ્યો છે. અને ભિવષ્યમાંય રહેવો જોઇએ.ભારત ભૌતિકવાદી દેશ ન બની જવો જોઇએ.
 હવે અધ્યાત્મવાદ શું છે ? તે સમજીએ.અધ્યાત્મવાદ એમ શીખવે છે કે આ વિશ્વ કે srishti માં ભૌતિક પદાર્થ નહી આત્મા અથવા ચેતન તત્વ મહાન છે.આત્મા જ પરમાત્મા અને આત્મા જ બ્રહ્મતત્વ છે.વેદમાં પણ કહ્યુ છે અયં આત્મા બ્રહ્મ અર્થાત્ આ આત્મા જ બ્રહ્મ છે. આ બ્રહ્મતત્વ જ ભૂમા અર્થાત્ મહાન છે.ભૌતિક પદાર્થ મહાન નથી.આપણું શરીર ભૌતિક પદાર્થનું બન્યું છે માટે એય મહાન નથી.મહાન નથી.મહાન તો અંદર બેઠેલો આત્મા છે.પિશ્વમની વિજ્ઞાન આધારિત ભૌતિકવાદી સંસ્કૃતિ એમ માને છે કે અંદર બેઠેલા આત્મા કે જીવને અમે નજરે જોયો નથી એટલે એ છે જ નહીં.એમના મતે સ્થૂળ શરીર સર્વેસર્વા છે.એનાથી મહાન કાંઇ છે જ નહી.ભારતની સંસ્કૃતિ ભૌતિકવાદી નથી પણ આધ્યામવાદી છે એટલે એ પહેલો સિદ્ધાંત આપે છે કે ભૌતિક શરીર મહાન નથી પરંતું તેની અંદર રહેલો આત્મા મહાન છે.ભારતીય સંસ્કૃતિ કહે છે કે ભૌતિક પદાર્થ અ૯પ અને આત્મા મહાન છે ; તેથી અ૯પતાની પાછળ ન પડો,મહાનતાને અપનાવો.આત્મા શરીર કરતાં સત્તાની દ્રિષ્ટએ મહાન છે.એટલું જ નહી પણ તે સનાતન અથવા કાયમી છે એટલે પણ મહાન છે.શરીર નાશવંત છે અને આત્મા અિવનાશી છે.ભારતીય સંસ્કૃતિ શીખવે છે કે આ બ્રહ્માંડ ભલે અબજો વર્ષ ટકે તેમ છતાં કયારેક એનોય ભાંગીને ભુક્કો થઇ જવાનો છે.તેથી એ પણ મહાન નથી.આત્મા,પરમાત્મા અને બ્રહ્મ તત્વ જ મહાન છે.

ભારતીય સંસ્કૃતિમાં ભગવાન જ મહાન છે.
ભારતીય સંસ્કૃતિ ધર્મ પર આધારિત આધ્યાત્મિક સંસ્કૃતિ છે.એટલે તેમાં ભગવાન તો પહેલાં જોઇએ,એમના. વિના આપણી સંસ્કૃતિ હોય જ નહીં.આપણી સંસ્કૃતિ આસ્તિક  છે.ભગવાનમાં માને છે.ભગવાનને પામવો એ જ જીવનનો હેતું હોવો જોઇએ એમ આપણી સંસ્કૃતિ આપણને શીખવે છે.આપણાં શાસ્ત્રો કહે છે કે ભૂમા એ જ બ્રહ્મ છે. ભૂમા એટલે મહાનતા.મહાન કોને કહેવાય? ખદમાં મોટી વ્યિકતને મહાન ન કહેવાય.હાથી કદમાં મોટો છે અને માણસ એના કરતાં ઘણો નાનો છે, છતાં હાથી કરતાં મનુષ્યની યોનિ ચિઢયાતી મનાય છે.હાથી ગમે તેટલો બળવાન હોય પણ માણસનો આઠ વર્ષનો છોકરો હોય તો પણ પૂંછડી પકડી હાથીના માથામાં ફટકારે તો હાથી રાડ પાડી જાય છે.આમાં મહાન કોણ? આઠ વરસનો છોકરો કે હાથી ? મનુષ્ય મહાન છે.એ એટલા માટે મહાન છે કે ભગવાનને એને હાથી કરતાં વિશેષ બુદ્ધિ આપી છે.ટુંકમાં મહાનતાનો અર્થ કદમાં મોટું એવો નથી થતો.જ્ઞાનમાં મોટો તે મોટો એમ કહી શકાય.
 ભૂમાનો બીજો અર્થ છે જે લાંબુ ટકે તે.નાશ તો જ્ઞાની અને અજ્ઞાની બન્નેનો છે.કોઇ માણસ પંડીત થઇ ગયો હોય, ચારેય વેદ ભણી ગયો હોય અને બધા શ્લોકો મોઢે બોલતો હોય તો પન એનું ગમ ગચ્છ ટુ ગો. થવાનું,એટલે કે તે મૃત્યુ પામી અહીંથી પરલોક જવાનો.એમ અભણનેય જવાનું,એનુંય રામ બોલો ભાઇ રામ થવાનું.એમાં સંભવ એવો પણ ખરો કે ચાર વેદ ભણેલો ઓછું જીવે અને બીલકુલ અભણ વધુ જીવે.એનો અર્થ એમ છે કે પંડીતાઇ પણ મહાન નથી.જે લાંબું ટકે છે, જે સનાતન )કાયમી( છે એ મહાન છે,એ ભૂમા છે,એ બ્રહ્મ છે.બ્રહ્મ મહાન એટલા માટે છે કે એ સનાતન છે એને ટકવાનો કોઇ નિશ્વત કાળ  કે સમય નથી.એનું અિસ્તત્વ કયારથી છે તેની કોઇને ખબર નથી.એની શરૂઆત નથી,તેમ એનો પૂર્ણિવરામ )અંત( પન નથી.એનું નામ સત્ય અને સનાતન,કાયમ ટકે એવું ભૂમા અર્થાત્ બ્રહ્મ. એ બ્રહ્મ સિવાય જગતની ગમે તેટલી મહાન વસ્તુઓ, પણ નાશવંત હોવાથી તુચ્છ છે.ચૌદ ભુવન ધરાવે છે એવું મોટું બ્રહ્માંડ,તેમાં વસતી અગિણત પ્રજાઓ અને અન્ય જીવો,અગિણત તારાઓ,નક્ષત્રો,ગ્રહો,ઉપગ્રહો,આપણી પૃથ્વી,તે બધા પરની નદીઓ,પહાડો આ બધું નાશવંત છે. આ સમગ્ર બ્રહ્માંડ પણ બ્રહ્મની સરખામણીએ કંઇ વિસાતમાં નથી.બ્રહ્માંડનો નાશ થશે ત્યારે બ્રહ્મ જ શેષ રહેશે.
 ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે કે હું મારા એક જ અંશથી આ સમગ્ર બ્રહ્માંડને થંભાવીને ઊભો છું .એ એક અંશ એટલે ભગવાનની પૂર્ણતાનો ૪૮૦ મો ભાગ.આપણી ભારતીય ગણતરી મુજબ પૂર્ણતા એટલે કળા.એ દરેક કળાના ત્રીસ અંશ હોય છે.એટલે પૂર્ણતાનો અર્થ ૪૮૦ અંશ થાય.એમાંથી ૪૭૯ અંશ ભગવાને અનામત રાખ્યા છે અને ફકત એક જ અંશથી આ સમગ્ર બ્રહ્માંડને થંભાવીને ઊભા છે.આપણે તો એ એક અંશનેય પૂરો જાણતા નથી.એક અંશમાંથી તો આખું બ્રહ્માંડ બન્યું છે એ બ્રહ્માંડની અંદરેય કેટલા બધા અસંખ્ય ગોળા છે! એમાં આપણી પૃથ્વીનો ગોળો તો સાવ નાનામાં નાનો છે આપણી પૃથ્વી કરતાં સૂર્ય અનેકગણો મોટો છે.બીજા બધા તારાઓની જેમ એ સૂર્ય પણ તારો છે અને તે પણ બીજા તારાઓની સરખામણીમાં ઘણો નાનકડો તારો છે.આપણે સૂર્યને જો ત્રણ-ચાર ફૂટના વ્યાસવાળો ગોળો માની લઇએ અને એના પર એક ટાંકણીનું ટપકું મૂકીએ એવી નાનકડા ટપકા જેવડી આપણી પૃથ્વી છે.એ પૃથ્વીને પણ આપણે પૂરેપૂરી જાણતા નથી.આપણે પૃથ્વીના બધા ખંડોમાં અને દેશોમાં ફરી આવ્યા નથી.આપણે ભલે ભારત દેશમાં રહીએ છીએ, છતાં એને પન કયાં પૂરો જોયો છે? અરે ભારત દેશ તો ઠીક પણ આપણે આપણા શહેરની ઘણી ગલીઓ અને શેરીઓમાં હજી સુધી ગયા નથી.
 આ વાત પરથી સમજાયુ હશે કે આપણે કેટલા અ૯પ છીએ. અ૯પતા એ ભૂમાની વિરુદ્ધનો શબ્દ છે.ભૂમા એટલે કે બ્રહ્મની સરખામણીમાં આપણે સાવ જ અ૯પ છીએ. આપણી અ૯પ મિતથી પાછા એમ કહીએ છીએ કે ભગવાન,બ્રહ્મ,પરમાત્મા કે ઇશ્વર એવું કાંઇ છે નહીં.હું એમાં માનતો નથી.મારી બુદ્ધિ એનો સ્વીકાર કરતી નથી. અરે ભાઇ ! તું શું અને તારી બુદ્ધિ શું? તારા ન સ્વીકારવાથી કાંઇ સત્ય થોડું ફરી જવાનું છે? આપણી સંસ્કૃતિ આપણને પાયાની વાત કહે છે કે પહેલાં તો તમે પોતે કેટલા અ૯પ છો એ સમજો; પછી બ્રહ્મ કેટલું મહાન છે એની તમને સમજ પડશે. બ્રહ્મ કે ઇશ્વરની મહાનતા જેમ જેમ સમજાશે તેમ તેમ આપણામાં શ્રદ્ધા પેદા થશે.માત્ર શ્રદ્ધા પેદા થાય એટલું જ પુરતું નથી.એ મહાનતાને એટલે બ્રહ્મ અથવા ઈશ્વરને પામવાની કોશિશ પણ કરવી જોઇએ.જો આપણે એ મહાનતાને પામીશું તો આપણે પણ બ્રહ્મ બની જઇશું.તેથી જ શાસ્ત્રો કહે છે કે અયમ્ આત્મા બ્રહ્મ અર્થાત્ આ આત્મા બ્રહ્મ છે. આપણી સંસ્કૃતિ આપણને એમ શીખવે છે કે તમે પોતે જ બ્રહ્મ છો.તમે ભૂમા )મહાન( છો.પણ આપણને તો અ૯પતામાં એટલી બધી મજા આવી ગઇ છે કે બ્રહ્મને યાદ જ નથી કરતા.જયારે યાદ કરીએ છીએ ત્યારે બ્રહ્મનેય ચેલેન્જ કરવા માંડીએ છીએ કે એ બ્રહ્મ વળી શું છે? આમ આપણે બ્રહ્મને શિર્ષાસન કરાવી દીધું છે.

ભારતીય સંસ્કૃતિ માનવ-સંસ્કૃતિ  છે 
 આપણી સંસ્કૃતિ એમ શીખવે છે કે મનુષ્યો ! તમારી અ૯પતા સમજો અને મહાનતાને ઓળખવાનો અને પામવાની કોશિશ કરો.તેમાં જ મનુષ્ય જીવનની ધન્યતા છે. જયારે વ્યિકતઓનો સમૂહ કે સમગ્ર સમાજ આ વાત સમજે અને કોશિશ કરે ત્યારે સાચા અર્થમાં સંસ્કૃતિ નું પુનરુત્થાન શકય બને.ભૂતકાળમાં આપણા ઋિષ-મુનિઓએ અને ભારતીય સમાજે આવી કોશિશ કરી.એમાંથી જે સંસ્કૃતિ પેદા થઇ એ સંસ્કૃતિ આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ એનો જોટો ભૂતકાળમાં તો જગતમાં કયાંય જડયો નથી,હજી વર્તમાનમાં મળતો નથી અને ભિવષ્યમાં પણ મળશે નહીં.મારી દ્રિષ્ટએ ઋિષ-મુનિઓએ આપેલો વારસો માત્ર ભારતીયોઓનો જ નહીં પરંતું સમગ્ર મનુષ્ય જાતિ નો છે કારણ કે ભારતીય સંસ્કૃતિનાં મૂ૯યો અને સિદ્ધાંતો માનવજાતી માટે ઉપયોગી નીવડે તેવા છે એમાં એમ નથી કહ્યું કે માત્ર ભારતમાં જન્મેલાનો આત્મા જ બ્રહ્મ છે અને બીજાનો આત્મ બ્રહ્મ નથી.આપણાં શાસ્ત્રોમાં કયાંય એવું લખ્યું નથી.ભારતીય શાસ્ત્રોમાં તો સમગ્ર માનવજાિત અને મનુષ્ય માત્રની વાત કરી છે.મનુષ્ય ગમે ત્યાં વસતો હશે,ભૌગોલીક રીતે એ ભારત,અમેરિકા કે દુનિયાના કોઇ પણ દેશમાં હશે,તોપણ માનવજાતનાં મૂ૯યોમાં કે સંસ્કૃતિના આ સિદ્ધાંતોમાં કોઇ ફેર પડવાનો નથી.ભારતીય સનાતન સંસ્કૃતિ એ સાચી માનવ સંસ્કૃતિ છે.સમગ્ર માનવજાતિ જો આ સંસ્કૃતિને અપનાવી લે તો આખી પૃથ્વીનો ઉદ્ધાર થઇ જાય.જો કે સૌ પ્રથમ તો ભારતના મનુષ્યો કે જેમના પૂર્વજોએ આ વિદ્યાની સમજ આપી છે અને આ સંસ્કૃતિ ઊભી કરી છે,તેમણે તો કમ સે કમ આ સંસ્કૃતિને ટકાવી રાખવાની જવાબદારી અદા કરવી જોઇએ.જો કે આપણો હેતુ એટલો સીમિત નથી.આપણે તો માત્ર ભારતીય સમાજને જ નહીં પરંતું સમગ્ર માનવજાતને આ સંસ્કૃતિ શીખવવી છે.

No comments:

Post a Comment