ત્રિમૂર્તિ દેવો - સાકાર બ્રહ્મ
ભારતીય સંસ્કૃતિમાં ભગવાનના ત્રણ મુખ્ય સાકાર સ્વરૂપો માનવામાં આવ્યાં છે; બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ, એમાં બ્રહ્માજીએ આ બ્રહ્માંડ બનાવ્યું છે પણ બ્રહ્માજી વિષ્ણુભગવાનની નાભિમાંથી નીક૯યા હોઇ આપણે એટલું તો સમજી શકીએ કે વિષ્ણુ ભગવાન બ્રહ્માજીથી મોટા હોવા જોઇએ.બ્રહ્માએ બનાવેલા બ્રહ્માંડને ટકાવી રાખવાનું કામ વિષ્ણુ ભગવાન કરે છે.જયારે વિનાશ કરવાનો થશે ત્યારે એ કામ મહેશ અથવા ભગવાન શિવજી કરી શકશે.આ રીતે ત્રણેય દેવો પોતપોતાનાં કાર્યમાં મહાન છે કારણ કે એકનું કાર્ય બીજો કરી શકતો નથી.દરેકનું કાર્ય આગવું છે.એ રીતે વિચારતાં ત્રિદેવ સ્વરૂપોમાં વ્યિકતગત રીતે એમાંના એકેય બીજાથી મહાન નથી.ખરેખર તો એ ત્રણેનો સરવાળો એટલે મહાનતા અને એ મહાનતા એટલે બ્રહ્મ.બ્રહ્મ જ ભૂમા (મહાન) છે. બ્રહ્મ છે એ જ તત્તવ: આત્મા પણ છે.આત્મા એટલે બ્રહ્મનો નાનકડો અંશ અને બ્રહ્મ એટલે પરમ (મહાન) આત્મા.નાનકડા આત્માને શરીર મળે છે તેમ પરમાત્મા (મોટા આત્મા) દિવ્ય શરીર ધારણ કરે છે.પરમાત્મા જુદા જુદા ત્રણ શરીર ધારણ કરી શિવ,વિષ્ણુ અને બ્રહ્મા બને છે. મોક્ષની સાધના કરનારે ત્રીદેવો વોનાં શરીરને નહીં પરંતુ એમનાં ચૈતન્ય તત્વને અથાર્ત્ બ્રહ્મતત્વને પામવાનું છે.બ્રહ્મતત્વને પામવું એનું નામ મોક્ષ.એ આત્મક૯યાણની