ભારતીય સંસ્કૃતિમાં કર્મનું સૂક્ષ્મ વિજ્ઞાન
આપણું શાસ્ત્ર કહે છે કે આપણે પ્રાપ્ત જન્મે જે કાંઇ નાનાં મોટાં કર્મો કરીએ છીએ એ તમામ કર્મો પરથી પાંચ વસ્તું નકકી થાય છે.
(૧) આવતા જન્મની જાતિ, (૨) આવતા જન્મનું આયુષ્ય, (૩) આવતાં જન્મે પ્રાપ્ત થનારી સંજ્ઞા, (૪) આવતા જન્મે મળનારા ગુણો અને (૫) આવતા જન્મમાં મળનારા ભોગો.આ પાંચ બાબતો વિગતવાર સમજીએ.
પહેલી બાબત છે જાતિ.જાતિ એટલે શું? ભાિવ જન્મમાં આપણે કઇ યોિનમાં જન્મ મેળવીશું તે સૌથી પહેલું નકકી થશે.કુતરો થઇશું,ગધેડો થઈશું,પક્ષી થઇશું કે માણસ થઇશું એ નકકી કરનારા પ્રાપ્ત જન્મનાં કર્મો જાતિ કર્મો કહેવાય છે. દરેક જાતિ માં પાછું કુટુંબ પણ હોય છે.એટલે જાતિ કર્મોથી એ પણ નકકી થાય છે કે કયા કુટુંબમાં જન્મ મળશે.એ રીતે જાતિ અને કુટુંબ નકકી કરનારાં કર્મો નામકર્મ અને ગોત્રકર્મ પણ કહેવાય છે.એમાં જે કર્મોથી યોનિ નકકી થાય તે નામકર્મ કહેવાય છે જેમ કે માણસ,કૂતરો,ગાય,કાગડો,ગધેડો વગેરે આ બધાં યોનિ સૂચવતાં જાતિવાચક નામો છે.એવી રીતે જે કર્મોથી ગોત્ર કે કુટુંબ નકકી થાય તે ગોત્રકર્મો કહેવાય છે.એના પરથી કયા કુટુંબમાં જન્મ મળશે તે નકકી થાય છે.
બીજી બાબત આયુષ્ય છે.કેટલાંક કર્મો એવાં છે, જેનાથી આપણું આવતા જન્મનું આયુષ્ય નકકી થાય છે.આપણાં શાસ્ત્રો કહે છે કે કિલયુગમાં મનુષ્યનું આયુષ્ય સો વર્ષનું છે. જો કે બધા સો વર્ષ જીવે એવું બધું બનતું નથી.ઘણાં લોકો સો વર્ષ