Sunday, March 17, 2019

ચરણામૃત

ચરણામૃત :- 
સતપંથધર્મમાં ચરણામૃત બનાવવામાટે સદગુરૂ શ્રી ઇમામશાહ મહારાજની સમાધી તથા તેમના ચરણ પાદુકાની ચંદનવિધી કરી જળ અને માટિ થી ગોળી બનાવવામાં આવે છે. તે દિવસ તમામ સતપંથીઓ માટે બહુ અગત્યનો મનાય છે આ દિવસે પીરાણાધામ સતપંથીધર્મ પ્રેમીઓ થી ઊભરાય જાય છે.
જયારે ઘટપાટ પૂજાવિધી થાય છે ત્યારે પૂજામાં બ્રહ્મ સ્વરૂપે અક્ષતને પાણીમાં તરાવામાં આવે છે પછી શ્રી હરિ વિષ્ણુનું કળશમાં આહવાન કરવામાં આવે છે ત્યારે એ માટીની ગોળીને કપડામાં દબાવી ભગવાનના નવ અવતારનું આહવાન કરવામા આવે છે અને જયારે ૧૦મા અવતારનું નામ આવે ત્યારે એ ગોળીને કળશમાં પધરાવવામાં આવે છે.હવે ગોળીને કપડામાં દબાવવામા આવે છે એનું કારણ એ છે કે આપણે જેમ કોઇ પણ મંદિરમાં મૂર્તિ સ્થાપના કરવી હોય તો એને કપડાથી ઢાકવામાં આવે છે અને એની પ્રાણપ્રિતષ્ઠા કરીને દર્શન માટે ખુલી મુકવામાં આવે છે તેમ ચરણામૃત બનાવતા સમયે ગોળીને કપડામાં ઢાકવામાં આવે છે અને જયારે દશમા અવતારનું નામ લેવામાં આવે ત્યારે એને ખુ૯લી કરીને કળશમાં પધરાવાય છે, આ ચરણામૃતને પાવળ જળ કહેવાય છે અને આ પાવળમાં ભગવાનનાં દશમાં અવતારનો વાશ હોય છે.

No comments:

Post a Comment