ત્રિમૂર્તિ દેવો - સાકાર બ્રહ્મ
દુ:ખની આત્યંતિક નિવૃતિ એટલે મોક્ષ
ભારતીય સંસ્કૃતિમાં ભગવાનના ત્રણ મુખ્ય સાકાર સ્વરૂપો માનવામાં આવ્યાં છે; બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ, એમાં બ્રહ્માજીએ આ બ્રહ્માંડ બનાવ્યું છે પણ બ્રહ્માજી વિષ્ણુભગવાનની નાભિમાંથી નીક૯યા હોઇ આપણે એટલું તો સમજી શકીએ કે વિષ્ણુ ભગવાન બ્રહ્માજીથી મોટા હોવા જોઇએ.બ્રહ્માએ બનાવેલા બ્રહ્માંડને ટકાવી રાખવાનું કામ વિષ્ણુ ભગવાન કરે છે.જયારે વિનાશ કરવાનો થશે ત્યારે એ કામ મહેશ અથવા ભગવાન શિવજી કરી શકશે.આ રીતે ત્રણેય દેવો પોતપોતાનાં કાર્યમાં મહાન છે કારણ કે એકનું કાર્ય બીજો કરી શકતો નથી.દરેકનું કાર્ય આગવું છે.એ રીતે વિચારતાં ત્રિદેવ સ્વરૂપોમાં વ્યિકતગત રીતે એમાંના એકેય બીજાથી મહાન નથી.ખરેખર તો એ ત્રણેનો સરવાળો એટલે મહાનતા અને એ મહાનતા એટલે બ્રહ્મ.બ્રહ્મ જ ભૂમા (મહાન) છે. બ્રહ્મ છે એ જ તત્તવ: આત્મા પણ છે.આત્મા એટલે બ્રહ્મનો નાનકડો અંશ અને બ્રહ્મ એટલે પરમ (મહાન) આત્મા.નાનકડા આત્માને શરીર મળે છે તેમ પરમાત્મા (મોટા આત્મા) દિવ્ય શરીર ધારણ કરે છે.પરમાત્મા જુદા જુદા ત્રણ શરીર ધારણ કરી શિવ,વિષ્ણુ અને બ્રહ્મા બને છે. મોક્ષની સાધના કરનારે ત્રીદેવો વોનાં શરીરને નહીં પરંતુ એમનાં ચૈતન્ય તત્વને અથાર્ત્ બ્રહ્મતત્વને પામવાનું છે.બ્રહ્મતત્વને પામવું એનું નામ મોક્ષ.એ આત્મક૯યાણની
અંતિમ સ્થિતિ છે.એ પછી આત્માનું કોઇ લોકમાં પુનરાગમન થતું નથી.જયાં સુધી બ્રહ્મતત્વની પ્રાપ્તી ન થાય ત્યાં સુધી આત્માને ફરી ફરીને પુતર્જન્મ લેવો પડે છે.
અંતિમ સ્થિતિ છે.એ પછી આત્માનું કોઇ લોકમાં પુનરાગમન થતું નથી.જયાં સુધી બ્રહ્મતત્વની પ્રાપ્તી ન થાય ત્યાં સુધી આત્માને ફરી ફરીને પુતર્જન્મ લેવો પડે છે.
દુ:ખની આત્યંતિક નિવૃતિ એટલે મોક્ષ
આપણી સંસ્કૃતિ શીખવે છે કે તમામ દુ:ખોનું આરયંતિક નિવારણ થવું એનું નામ મોક્ષ છે.જયાં સુધી જીવાત્માની અ૯પતા છે ત્યાં સુધી દુ:ખ રહેવાનું જ.જીવની અ૯પતાની સાથે દુ:ખ જોડાયેલું છે.જીવને મળનાર સુખ અને દુ:ખનું પ્રમાણ તેની અ૯પતા પર આધારિત છે.જેમ જેમ જીવની અ૯પતા વધતી જાય તેમ તેમ દુ:ખનું પ્રમાણ વધતું જાય છે. અને જેમ જેમ અ૯પતા ઘટતી જાય તેમ તેમ સુખનું પ્રમાણ વધતું જાય.છે૯લું સંપૂર્ણ સુખ એટલે પરમાનંદ.એ સામાન્ય સુખ નહી પણ પરમ (સર્વોચ્ચ) સુખ અને આનંદ છે.એ પરમ સુખ કે પરમાનંદ ફકત બ્રહ્મતત્વને પામ્યા પછી જ પ્રાપ્ત થાય છે.એ પરમ સુખ કે પરમાનંદ પછી કાંઇ દુ:ખ રહેતું જ નથી તમામ દુ:ખોની આત્યંતિક એટલે કે સંપૂર્ણ નિવૃતિ થાય છે.બ્રહ્મ પ્રાપ્તિ પછી કોઇ આિધ,વ્યાધી કે ઉપાધિ રહેતી નથી.
મોક્ષ ન મળે ત્યાં સુધી જીવને સુખ અને દુ:ખ મ૯યા. કરે છે.જીવને દુ:ખ છે માટે સુખ જોઇએ છે.આપણે કોઇ પ્રકારે દુ:ખી છીએ માટે આપણને સુખ જોઇએ છે.અહીં દુનિયામાં તો ક્ષિણક સુખો કે અ૯પ સુખો હોય છે.ભારતીય સનાતન સંસ્કૃતિ કહે છે કે એની પાછળ ન દોડો,પરમાનંદ અપાવનાર પરમસુખ એકવાર પ્રાપ્ત થઇ જાય તો ફરી એને માટે કોશિશ કરવાની રહેશે નહીં મોક્ષરૂપી શાશ્વત સુખ મળી ગયા પછી આ જગતમાં આવાગમનનાં ફેરાપ ણ ટળી જાય છે.જયાં સુધી જીવાત્માને મોક્ષપ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી આવાગમનનાં ફેરા ચાલુ જ રહેશે.દરેક વખતે જન્મ ધારણ કરીને આપણે એક સરખી જ કોશીશ કરવાની છે.ભણવું,નોકરી-ધંધો કરવો,પરણવું,બાળ બચ્ચાં પેદા કરવાં,તેમને ઉછેરવાં-ભણાવવા-પરણાંવવાં, નોકરી ધંધામાંથી નિવૃત થવું,ઘરડાં થવું,રોગી થવું અને મરવું.આ બધું જો ફરી ફરી કરવું ગમતું ન હોય તો વિચાર કરવો જોઇએ કે શું કરવાથી આવાગમનનાં ફેરા કાયમ માટે ટળે અને ફરી જન્મ લેવો ન પડે.ડાહ્યો માણસ શું વિચારે? એ એમ જ વિચારે કે જગતમાં ક્ષિણક સુખો,અ૯પ સુખો મેળવવાને બદલે શાશ્વત પરમાનંદ જ મેળવવો જોઇએ.માનવજીવનમાં શાશ્વત સુખ કે બ્રહ્મતત્વ જ પામવા જેવું છે.
માયા સત્યને સમજવામાં કે આચરવામાં બાધક
જો આ બધું આપણને બરાબર સમજાતું હોય તો એને આચરણમાં મૂકતાં કોણ રોકે છે? શું કોઇ આવીને આપણું બાવડું ઝાલીને એમ કહે છે કે એય ! આમ ન કરાય.આપણે મોક્ષ માટે પુરૂષાર્થ નથી કરતાં એટલે જરૂર કોઇક આપણને રોકે છે.આપણને કોણ રોકે છે તે કહું માયા એ દેખાતી નથી અને આપણું બાવડું પણ ઝાલતી નથી.એણે તો આપણું મગજ પકડી રાખ્યું છે અને એને છોડતી જ નથી.માયા સમજે છે કે મનુષ્યોના હાથ-પગ પકડવાથી મેળ નહીં પડે,એમનાં મગજ પકડી રાખો.બસ પછી માયા જેમ કહે એમ આપણે કરવાનું.પછી આપણા હાથ પગ હાલશે ખરાં પણ માયાના હુકમ પ્રમાણે.આવી છે એ માયા.એનું બીજું નામ છે ભ્રમ (ઇ૯યુઝન). એનું જ ત્રીજું નામ અિવદ્યા પણ છે.એ અિવદ્યાના કારણે આપણે સાચુ સમજતા નથી અને ખોટા ભ્રમમાં રાચીએ છીએ.અિવદ્યારૂપી અણસમજથી જ આપણે ભૌતિ કવાદમાં માનીએ છીએ.માયા કે અિવદ્યારૂપી ભ્રાન્તિ કારણે આપણે પદાર્થને સત્ય માનીએ છીએ અને પૈસાને પરમેશ્વર માનીએ છીએ.માયાને કારણે જ આપણે ઈશ્વર જેવું કાંઇ છે જ નહીં એવું કહીએ છીએ.એ માયાએ આપણાં મગજમાં જબરી ભ્રાન્તિ પેદા કરી છે,જેના કારણે સત્ય સમજી શકાતું નથી.
આપણે સત્ય સમજવું હોય અને ભ્રાન્તિ થી છૂટવું હોય તો આ જીવનમાં શું કરવું જોઇએ એનો માર્ગ આપણા ઋિષ-મુનિઓએ સનાતન ધર્મનાં શાસ્ત્રોમાં બતાવ્યો છે.આપણે જો એ માર્ગ પકડીએ અને એ મુજબ જીવન જીવીએ તો આપણી ભારતીય સનાતન સંસ્કૃતિનું પુનરુત્થાન આપમેળે થઇ જાય અને એ કાયમ ટકી રહે.પણ મોટી મુશ્કેલી એ છે કે આપણે એ માર્ગે ચાલી શકતા નથી.એ આપણું કમનસીબ ગણાય.સનાતન ધર્મ જેટલા સત્ય અને શ્રેષ્ઠ સિદ્ધાંતો સદીઓથી સચવાયેલા છે.કમનસીબે હવે આપણે એને ભૂલવાની તૈયારી કરવા માંડયા છીએ.ભૌતિકવાદીઓ પાસે તો આવું સત્ય હતું જ નહીં,એટલે એને ભૂલવાનો પ્રશ્ન જ નથી.વર્તમાનમાં એ ભૌતિકવાદીઓ ભારત પાસે જે કાંઇ આધ્યાત્મિક જ્ઞાનનો વારસો છે એમાંથી ફાંફાં મારીને શોધે છે કે માનવ જીવન માટે શ્રેષ્ઠ શું છે ? જયારે આપણે આપણી પાસે આવી શ્રેષ્ઠ આધ્યાત્મિક સંસ્કૃતિ હોવા છતાં એને કોરાને મૂકીને આજે રૂપિયા,ડોલર કે પાઉન્ડ પાછળ દોડીએ છીએ અર્થાત્ ભૌતિકવાદ પાછળ દોડીએ છીએ. આપણે પણ ધીમે ધીમે પૈસો જ પરમેશ્વર છે . એ સિધાંત ને માનવા માંડયા છીએ.ભારતીય સનાતન સંસ્કૃતિના ભાવિની દ્રિષ્ટએ આ સારું નથી.
માનવજન્મની મહત્તા
બ્રહ્માજીએ આ સ્રીષ્ટિ સર્જન કર્યું ત્યારે ચૌદ લોક અથવા ભુવન બનાવ્યા તથા ચોર્યાસી લાખ પ્રકારની વિવિધ જીવયોનીઓ પણ બનાવી. ચૌદ ભુવનો બનાવ્યાં તેમાં પૃથ્વીલોકને મધ્યમાં રાખ્યો અને તેની ઉપર છ સ્વર્ગો ભુવર્લોક ,સ્વલોક, મહર્લોક, જનલોક, તપલોક અને બ્રહ્મલોક સ્થાપ્યાં.એ જ રીતે પૃથ્વીલોકની નીચે સાત પાતાળ અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ અને પાતાળ સ્થાપ્યાં.આ દરેક લોક કે ભુવનમાં વિવિધ પ્રકારની જીવયોનીઓને પણ સ્થાપી.ઉપરના સ્વર્ગોમાં દેવયોની,નીચેના પાતાલોમાં દાનવયોની અને વચ્ચેના પૃથ્વીલોકમાં માનવયોનીને સ્થાપિત કરી.પૃથ્વીલોકમાં મનુષ્ય ઉપરાંત પશુ,પક્ષી,કીટ,પતંગ ઇત્યાદીની પણ અનેક યોનિઓ સ્થાપિત કરી.
એમ કહેવાય છે કે ચોર્યાસી લાખ યોનિનું બ્રહ્માજીએ સર્જન કર્યુ તેમાં છેક છે૯લે જ માનવયોનીનું સર્જન કર્યુ હતું. ચોર્યાસી લાખમાંથી એજ યોનિ સર્જવાની બાકી હતી ત્યારે પણ બ્રહ્માજીને સંતોષ ન થયો.એ એક પછી એક યોનિ સર્જતા ગયા પરંતું એમા મોક્ષ પામી શકે એવી એકેય યોનિ ન હતી.છેવટે જયારે એમણે મનુષ્ય બનાવ્યો ત્યારે એમને સંતોષ થયો કે હવે આ યોનિ બરાબર છે.એના પછી એમણે કોઇ યોનિ સર્જી નથી.મનુષ્ય દેહમાંથી જ મોક્ષ મળી શકે તેમ છે.ચોર્યાસી લાખ યોનિમાંથી બીજી એક પણ એવી યોનિ નથી કે જે મોક્ષ પ્રાપ્ત કરી શકે.દેવોની યોનિ પણ એવી નથી.દેવો પાસે સૂક્ષ્મદેહ છે.સૂક્ષ્મદેહથી સાધના થઇ શકતી નથી માત્ર સ્થૂળ દેહથી જ સાધના થઇ શકે છે. અલબત, સ્થૂળદેહ તો પશુઓ અને પક્ષીઓ પાસેય છે પણ તેમનામાં આવશ્યક બુદ્ધિ હોતી નથી.સ્થૂળદેહ પણ હોય અને આત્મક૯યાણ શામાં છે તે સમજવાની બુધ્ધિ તથા સાધના કરવાની આવડત પણ હોય એવો ફકત એક જ માનવદેહ જ છે.
આગળ કહ્યું તેમ આ પૃથ્વીલોકથી ઉપરના લોક જેમાં દેવો,ગંધર્વો, કિન્નરો,અપ્સરાઓ વગેરે વસે છે તેમને તથા નીચેના પાતાલોમાં દાનવો,દૈત્યો,રાક્ષસો,નાગો વગેરે વસે છે તેમને ત્યાંથી સીધી મોક્ષપ્રાપ્તી થતી નથી.તેમનાં પુયો કે પાપોનો ક્ષય થતાં સુધી તેઓ ત્યાં રહે છે.તે પછી એ બધાય લોકમાંથી જીવાત્માંનું અહીં પુનરાગમન થાય છે.બીજાલોકમાંથી મોક્ષ મળતો નથી.ભગવાને જીવાત્માનું મોક્ષનું બારું અહીં પૃથ્વીલોકમાં જ રાખ્યું છે.ભગવાને એવો નિયમ બનાવ્યો છે કે આ પૃથ્વીલોક પરથી અને મનુષ્ય યોનિમાંથી જ જીવાત્માનો મોક્ષ થઇ શકે.૧૪ લોકમાંથી અને ૮૪ (ચોર્યાસી) લાખ યોનિમાંથી ફકત મનુષ્ય જ આધ્યાત્મિક સાધના દ્રારા મોક્ષપ્રાપ્તી કરી શકે છે.મતલબ કે મોક્ષ પુરુષાર્થ ફકત માનવ યોનિમાંજ આચરી શકાય છે.એટલે મનુષ્યજન્મ ખૂબ મહત્વનો છે. આપણને કેટલો કિંમતીં દેહ ભગવાને આપ્યો છે? અને આપણે એની કેટલી કિંમત આંકી છે? એ રીતે વિચારીએ તો આપણે એની ઘણી ઓછી કિંમત આંકીએ છીએ. આપણે શરીરને પંપાળી પંપાળીને રાખીએ છીએ,એને સારું સારું ખવડાવીએ છીએ,સારું સારું પહેરાવીએ છીએ અને વળી એને બરાબર શણગારીને ફોટા પણ પડાવીએ છીએ.આવું બધું કરીએ છીએ એ એની સાચી કિંમત કરી ન કહેવાય.ભગવાને આપણને મનુષ્યનો દેહ આપ્યો છે તે કંઇ એને લાડ લડાવવા માટે નથી આપ્યો.એ દેહ તો ધર્માચરણ (ધર્મનાં પાલન) કરવા માટે આપ્યો છે, આધ્યાત્મિક સાધના કરવા માટે આપ્યો છે. આધ્યાત્મિક સાધના દ્રારા એને તપવા દો પછી એમાંથી સુગંધ નીકળશે અને એ સુગંધ જગતમાં ફેલાવા માંડશે.આપણે અગરબત્તી કે ધૂપ બજારમાંથી ખરીદી લાવીએ છીએ પછી એની સુગંધ માણવા માટે એને સળગાવીએ છીએ.એ સળગે છે ત્યારે જ વિશેષ સુગંધ આપે છે.આપણે પણ જો માનવજીવનની સુગંધ પ્રસરાવવી હોય તો તપવું તો પડશે જ. તપવાના અથવા તપશ્વર્યાના બે રસ્તા છે. કાં તો આધ્યાત્મિક સાધના કરો,એ ખરી તપશ્વર્યા છે. અને જો એ ન થઇ શકે તો ધર્માચરણ કરો.આધ્યાત્મિક સાધના બધાથી થઇ શકતી નથી પરંતું ધર્માચરણ બધાથી થઇ શકે તેમ છે.જીવનમાં યોગ્ય સમયે સાંસારિક ભોગો અને વિષયોમાંથી નિવૃત થવા ઇિન્દ્રયિનગ્રહ શીખો,ભગવાન પ્રત્યે અને ધર્મ પ્રત્યે વળો,જેથી મૃત્યુ પછી સુખ પ્રાપ્ય થાય.આપણને બધાને આ જન્મે તો સુખ જોઇએ જ છે.મુત્યુ પછી પણ કોને સુખ નથી જોઇતું? જો આપણે મુત્યુ પછી પણ સુખ જોઇતું હશે તો એનો પાયો આ જન્મે જ નાંખવો પડશે.આ જન્મે આચરેલાં કર્મો પ્રમાણે મુત્યુ બાદ આપણા બીજા જન્મનું પ્રારબ્ધ બને છે.બીજા જન્મે મુત્યુ પછી આપણને સુખ મળશે કે દુ:ખ મળશે એનો આધાર આપણાં આ જન્મનાં કર્મો પર રહે છે.
No comments:
Post a Comment