Wednesday, May 12, 2010

ભારતીય સંસ્કૃતિમાં કર્મનું સૂક્ષ્મ વિજ્ઞાન




ભારતીય સંસ્કૃતિમાં કર્મનું સૂક્ષ્મ વિજ્ઞાન
આપણું શાસ્ત્ર કહે છે કે આપણે પ્રાપ્ત જન્મે જે કાંઇ નાનાં મોટાં કર્મો કરીએ છીએ એ તમામ કર્મો પરથી પાંચ વસ્તું નકકી થાય છે.
(૧) આવતા જન્મની જાતિ, (૨) આવતા જન્મનું આયુષ્ય, (૩) આવતાં જન્મે પ્રાપ્ત થનારી સંજ્ઞા, (૪) આવતા જન્મે મળનારા ગુણો અને (૫) આવતા જન્મમાં મળનારા ભોગો.આ પાંચ બાબતો વિગતવાર સમજીએ.
      પહેલી બાબત છે જાતિ.જાતિ એટલે શું? ભાિવ જન્મમાં આપણે કઇ યોિનમાં જન્મ મેળવીશું તે સૌથી પહેલું નકકી થશે.કુતરો થઇશું,ગધેડો થઈશું,પક્ષી થઇશું કે માણસ થઇશું એ નકકી કરનારા પ્રાપ્ત જન્મનાં કર્મો જાતિ કર્મો કહેવાય છે. દરેક જાતિ માં પાછું કુટુંબ પણ હોય છે.એટલે જાતિ કર્મોથી એ પણ નકકી થાય છે કે કયા કુટુંબમાં જન્મ મળશે.એ રીતે જાતિ  અને કુટુંબ નકકી કરનારાં કર્મો નામકર્મ અને ગોત્રકર્મ પણ કહેવાય છે.એમાં જે કર્મોથી યોનિ નકકી થાય તે નામકર્મ કહેવાય છે જેમ કે માણસ,કૂતરો,ગાય,કાગડો,ગધેડો વગેરે આ બધાં યોનિ સૂચવતાં જાતિવાચક નામો છે.એવી રીતે જે કર્મોથી ગોત્ર કે કુટુંબ નકકી થાય તે ગોત્રકર્મો કહેવાય છે.એના પરથી કયા કુટુંબમાં જન્મ મળશે તે નકકી થાય છે.
 બીજી બાબત આયુષ્ય છે.કેટલાંક કર્મો એવાં છે, જેનાથી આપણું આવતા જન્મનું આયુષ્ય નકકી થાય છે.આપણાં શાસ્ત્રો કહે છે કે કિલયુગમાં મનુષ્યનું આયુષ્ય સો વર્ષનું છે. જો કે બધા સો વર્ષ જીવે એવું બધું બનતું નથી.ઘણાં લોકો સો વર્ષ
પૂરા થતાં પહેલાં જ ગૂજરી જાય છે.આપણા મનમાં પ્રશ્ન થશે કે જો શાસ્ત્રે સો વર્ષનું આયુષ્ય બતાવ્યું છે, તો એ ધટી કેમ જાય છે? આવો એક પ્રશ્ન મહાભારતમાં ધૃતરાષ્ટ્રે વિદુરને પૂછેલો છે.ધૃતરાષ્ટ્રે વિદૂરજીને પૂછયું છે કે િવદુર ! શાસ્ત્ર કહે છે કે મનુષ્યનું આયુષ્ય સો વર્ષનું છે,તેમ છતાં ધણા માણસો સો વર્ષ જીવતા નથી તો આનું શું કારણ? વિદુરજી ઉતર આપે છે કે આયુષ્ય ધટવાનાં પાંચ કારણો હોય છે.તેમાંનું પહેલું છે અિભમાન,બીજું ક્રોધ,ત્રીજું લોભ,ચોથું મિત્રદ્રોહ અને પાંચમું કોઇની લીધેલી વસ્તુ પાછી ન આપવી તે છે.આટલા પાંચ કારણોથી મનુષ્યનું આયુષ્ય ઘટે છે. આથી સમજી લેવું જોઇએ કે આ જન્મે આપણે અિભમાનથી કર્મ કરીશું તો આપણું આવતા જન્મનું આયુષ્ય ઘટવાનું છે.ક્રોધથી જે કર્મો કરીશું તેનાથી પણ આપણું આયુષ્ય ઘટવાનું છે.એ જ રીતે લોભથી પણ ઘટવાનું છે.જો મિત્ર સાથે વિશ્વાસઘાત કરીશું,િમત્રદ્રોહ કરીશું તો પણ આયુષ્ય ઘટશે.વળી આપણે કોઇની ચોપડી વાંચવા લાવ્યા અને પાછી આપવા ગયા જ નહી તો પણ આપણું આયુષ્ય ઘટશે.કોઇની લીધેલી ચીજ પાછી ન આપીએ તો એવું કર્મ પણ આપણું આયુષ્ય ઘટાડશે.જો આપણે આવતા જન્મે ભગવાન પાસે લાંબું કે પૂરું સો વર્ષનું આયુષ્ય માંગવું હોય તો આ પાંચ પ્રકારનાં કર્મો ન કરવાં જોઇએ.
       ત્રીજી બાબત છે સંજ્ઞા.આવતા જન્મે આપણી સમજશિકત,જ્ઞાનગ્રહણશિકત, બુધ્ધિ સકતી અર્થાત્ સંજ્ઞા કેટલી સારી હશે એનો નિર્ણય કેટલાંક કર્મો પરથી થાય છે.શાસ્ત્રોએ સંજ્ઞા પ્રાપ્ત કરાવનારાં પ્રાપ્ત જન્મોનાં કર્મોનાં ત્રણ ભાગ પાડયા છે : દર્શનીય કર્મો, મોહનીય કર્મો, અને જ્ઞાનાવરણ કર્મો.આ પ્રકારનાં કર્મો આપણી ભાવિ સંજ્ઞાને ઘડનારાં છે.હવે આ ત્રણ કર્મોને વિગતવાર સમજીએ.
(૧) દર્શનીય કર્મો : આપણે ઇિન્દ્રયો દ્રારા ભોગો ભોગવીએ છીએ.એમાં જો વધુ પડતા ભોગોમા. પડી જઈએ,એનાં બંધાણી થઇ જઈએ, તો એ આપણી બુદ્ધિ ને ઘટાડનારાં દર્શનીય કર્મો બની જાય છે.
(૨) મોહનીય કમં : શબ્દ,સ્પર્શ,રૂપ,રસ અને ગંધ આ પાંચ િવષયોનું વધુ પડતું સેવન પણ બુદ્ધિ સકતી ઘટાડનારું કર્મ છે.
(૩) જ્ઞાનાવરણ કર્મ : ખોટી વાતને સાચી માની ભ્રાન્તિમાં પડીએ અને એ ભ્રાન્તિ ને પકડી રાખીએ એવું કર્મ પણ બુિદ્ધને ઘટાડનારું છે. દા.ત. આપણું શાસ્ત્ર કહે છે કે આધ્યાત્મવાદ શ્રેષ્ઠ છે. તેમ છતાં આપણામાંના કેટલાકને એમ છે કે અધ્યાત્મવાદ ખોટો છે અને સામ્યવાદ શ્રેષ્ઠ છે.ઘણાને વળી એમ છે કે અધ્યાત્મવાદ નકામો છે પણ મૂડીવાદ શ્રેષ્ઠ છે,કેટલાક વળી એમ કહે છે કે અધ્યાત્મવાદ જ ગરીબીનું કારણ છે, જયારે સમાજવાદ શ્રેષ્ઠ છે.જો આપણને એમ થાય છે કે આધ્યાત્મવાદને કારણે ઘણું ખોટું થઇ રહ્યું છે અને અધ્યાત્મવાદમાં માનવા જેવું નથી તો શાસ્ત્રની દ્રિષ્ટએ તે આ ભ્રાન્તિ   પેદા કરનારું જ્ઞાનાવરણ કર્મ છે.જે આપણને સાચું જ્ઞાન ન થવા દે એ જ્ઞાનાવરણ કર્મ છે.એનાથી આવતા જન્મે અજ્ઞાન જ પ્રાપ્ત થાય છે કારણ કે એવું કર્મ આપણી સંજ્ઞા અર્થાત્ બુદ્ધિશક્તિ ને ઘટાડે છે.આવતે જન્મે જો બુદ્ધિ સાવ ઓછી થઇ જાય તો આપણે માણસ મટી ગધેડો પણ થઇ જઇએ એવી શકયતા ખરી.
 ચોથી બાબત છે ગુણ.સારા ગુણો,સારો સ્વભાવ અને સારો માનિસક ઝુકાવ પ્રાપ્ત થાય તો આપણો બીજો જન્મ સુધરે છે અને આત્મક૯યાણના માર્ગે આગળ વધાય છે. શાસ્ત્રોકત વિહિતકર્મો આવા ગુણ-સ્વભાવ સુધારનારાં કર્મો છે.તેથી શાસ્ત્રોએ વિહિતકર્મો કરવાની આજ્ઞા કરી છે પરંતુ આપણામાં રહેલા દુર્ગુણો આપણને આ િવિહતકર્મો કરવા દેતા નથી.દુર્ગુણો વિહિતકર્મો પ્રત્યે અરુચિ પેદા કરે છે જો આપણે આવતો જન્મ સુધારવો હોય તો આવા અંતરાય જન્માવનારા દુર્ગુણોથી દૂર રહેવું જોઇએ.
 પાંચમી બાબત છે ભોગ. આવતા જન્મમાં આપણને કેવાં સુખ દુખ ભોગવવાનાં આવશે તે તથા સુખ દુખનું પ્રમાણ કેટલું હશે તે બધું જેનાં આધારે નકકી થાય છે એને વેદનીય કર્મો કહે છે. વેદનીયકર્મોનો આધાર આપણી સંવેદનશીલતા કે આપણા ગમાઅણગમા ઉપર છે.આપણને કંઇક ગમ્યું અને કંઇક ન ગમ્યું.કોઇકને જોઇને આપણું મોંઢું ચડી જાય અને કોઇકથી આપણને પ્રસન્નતા થઇ જાય. એ બધાં વેદનીયકર્મો છે.એવા કર્મો જેટલાં વધું કરીશું એટલા પ્રમાણમાં આવતા જન્મે આપણે સુખ કે દુખ ભોગવવાં પડશે.એમાં જો સારાં વેદનીય કર્મો કર્યા હશે તો આપણને સુખ મળશે અને ખરાબ વેદનીય કર્મો કર્યા હશે તો દુખ પ્રાપ્ત થશે.
                       સૂક્ષ્મ રસાયણ વિજ્ઞાન અને આગામી જીવન
            આપણે દરરોજ સવારથી સાંજ સુધીમાં કર્મો તો ઘણાં બધાં કરીએ છીએ.ખાઇએ છીએ,પીએ છીએ ઊઠીએ છીએ,બેસીએ છીએ,નાસ્તો કરીએ છીએ, સિનેમા જોવા જઇએ છીએ,ગપસપ કે આનંદ-પ્રમોદ કરીએ છીએ,નિંદા-કુથલી કે લડાઇ-ઝગડો પણ કરીએ છીએ એવાં કંઇ કેટલાય કર્મો કરી નાખીએ છીએ.એ બધાં કર્મોના સમૂહમાંથી કર્મનો અર્ક બને છે.હવે આ વાત ઉદાહરણ આપીને બરાબર સમજાવું છું.આપણે બધા ભોજનમાં િવિવધ પદાર્થો જેવા કે રોટલી, દાળ,ભાત,શાક,લાડું,ચટણી,અથાણું એમ ઘણું બધું ખાઇએ છીએ.એ જુદા જુદા ઘણા પદાર્થો પેટમાં ગયા પછી અલગ રહેતા નથી.એનો એક રગડો બની જાય છે એ રગડામાંથી શરીરનાં જુદા જુદા અવયવો પોતાનાં માટે જરૂરી પોષક તત્વો ખેંચી લે છે.મતલબ કે પછી રગડોય રહેતો નથી પણ એમાંથી છૂટાં પડેલાં પોષક દ્રવ્યો બની જાય છે.આપણે એ દ્રવ્યોને જુદા જુદા નામ આપીએ છીએ : વિટામીન,પ્રોટીન,કાર્બોહાઇડ્રેટ,ફેટ વગેરે.આ બધા પદાર્થો દ્રારા આપણું શરીર પૃષ્ટ બને છે અને નભે છે.શરીરના નિભાવ માટે આ બધાની જરૂર છે.આપણે ખાઇએ છીએ જુદા પદાર્થો.પછી એમાંથી બીજું રૂપાંતર થઇ રગડો બને છે અને ત્રીજા રૂપાંતરે એમાંથી વિટામીન,પ્રોટિન વગેરે ગ્રાહ્ય દ્રવ્યો બને છે. એવી રીતે આપણી જીવનની મીલમાં આપણે કરેલાં બધાં જ કર્મો પડે છે જે ભગવાનના ચોપડે નોંધાય છે.ભગવાન એનો રગડો કરી અને કોમ્પ્યુટરનું બટન દબાવે એટલે એમાંથી રૂપાંતર થઇ આપણું નામ કર્મ,ગોત્રકર્મ,દર્શનીય કર્મ,મોહનીય કર્મ, વેદનીય કર્મ,અંતરાય કર્મ વગેરે વર્ગીકરણ થઇને નીકળે.એ બધાં જેટલા પ્રમાણમાં નીકળે એના પરથી ભગવાન નકકી કરે કે આવતા જન્મે આપણાં જાતિ,આયુષ્ય,ગુણ,સંજ્ઞા વગેરે કેવાં અને કેટલાં પ્રમાણમાં રહેશે અને આપણા હિસ્સે કેટલું સુખ કે દુખ ભોગવવાનું આવશે.અંતે આ બધાનો સરવાળો એટલે આવતા જન્મના આપણે.આ જન્મના રગડામાંથી અંતે જેવા પિરણામ મળે એવા આપણે બીજા જન્મમાં બનીએ.અત્યારે આપણે જે છીએ તે ગત જન્મનાં પિરણામરૂપે છીએ.હવે આ જન્મે જે કાંઇ કર્મો કરીએ છીએ એની માહિતી ભગવાન એમનાં કોમ્પ્યુટરમાં ફીડ કરશે અને આવતા જન્મમાં આપણને કેવા બનાવવા તે નકકી કરવાનો કમાન્ડ આપવા બટન દાબશે.
         ભગવાન એના કોમ્પ્યુટરમાં નાંખેલા રગડામાંથી રીઝ૯ટ રૂપે આપણું પ્રારબ્ધ કાઢી આપે છે પણ એ માટે મૂળ મસાલો તો આપણે પૂરો પાડીએ છીએ.કર્મરૂપી કાચો માલ તો આપણે જ આપીએ છીએ. એટલે ખરેખર તો આપણું ભાવિ પ્રારબ્ધ આપણા જ હાથમાં છે.કર્મ આપણે કરવાનું છે અને રીઝ૯ટ બહાર પાડવાનું કાર્ય ભગવાનના હાથમાં છે.આપણા કર્માનુસાર બીજા જન્મે આપણે કંઇક બનવાના છીએ.એવું ભૌતિકવાદીઓ કે ભૌતિકિવજ્ઞાનીઓ આપણને નહીં શીખવી શકે.એમને તો કર્મના કાયદાની કે કર્મની ગિતની ગતાગમ જ નથી.એ તો સંપૂર્ણ સત્ય સમજયા વગર જ અિભપ્રાયો આપ્યા કરે છે.આપણાં ત્રિકાળજ્ઞાની ઋિષ-મુનિઓએ સંપૂર્ણ સત્ય સમજયા જાણયા પછી જ આ અમૂ૯ય જ્ઞાન માનવજાતને આપ્યું છે.આવી ઉતમ આપણી પ્રાચીન સંસ્કૃતિ છે અને આપણાં પ્રાચીન શાસ્ત્રો આપણને આવા ઉત્તમ સિદ્ધાંતો શીખવે છે.
 ભૌતિકવાદી સંસ્કૃતિ સંસારચક્રને જ સત્ય માની તેમાં જ રચ્યાપચ્યા રહી સંસારના ભોગો અને ભૌતિક સુખો શોધવાની સલાહ આપે છે.અધ્યાત્મવાદી સંસ્કૃતિ સંસારને િમથ્યા સમજે છે અને તેના ચકકરમાંથી છૂટવા અને શાશ્વત આિત્મક સુખ પામવાની સલાહ આપે છે. વર્તમાનયુગમાં મોટા ભાગના લોકો સંસારના ચક્રને સત્ય સમજીને ચાલનારા જોવા મળે છે. જો કે સંસારમા. પડેલા એ બધા કાયમ એમાં પડેલા જ  રહેશે એવું નથી. અર્થાત્ દરેક નિયમને કાંઇક અપવાદ હોત છે. એ રીતે સંસારચક્રના નિયમને પણ અપવાદ છે. જે જીવ આવો અપવાદ કરે છે એ ધર્મપુરુષાર્થથી શરૂ કરે છે અને અંતે મોક્ષપુરુષાર્થ દ્રારા સંસારચક્રમાંથી છૂટી પરમાત્મા સુધી પહોંચે છે.આપણે આવા અપવાદમાં રહેવું છે કે સંસારચક્રના િનયમમાં બંધાઇ રહેવું છે તે આપણે જ નકકી કરવાનું છે. આપણા વતી બીજો કોઇ તે અંગે નકકી કરી શકે એમ નથી.ભગવાને આપણને એટલી સ્વતંત્રતા આપી દીધી છે.
                      કર્મનો કાયદો અને કર્મસ્વતંત્રતા
           મનુષ્યને સ્વતંત્ર બુધ્ધિ આપીને ભગવાને કહ્યું  મેં તને માણસ બનાવ્યો છે અને તને સ્વતંત્ર બુિદ્ધ આપી છે. હવે તારી બુધ્ધિ ચાલે એ પ્રમાણે વિચારજે અને તને જે ઠીક લાગે તેવાં કર્મો કરજે.સાથે સાથે તને એટલું કહી દઉં છું કે કર્મનો ચોકકસ કાયદો છે. જો તું સાત્વિક કર્મ કરીશ,સત્કર્મો કરીશ,ધર્મકર્મ કરીશ,પુયકર્મ કરીશ તો હું તને બદલામાં કોઇપણ પ્રકારનું સુખ આપીશ.જો તું રાજિસક કે તામિસક કર્મ કરીશ,ખોટું કે પાપકર્મ કરીશ,અધર્મ કરીશ તો હું તને કોઇપણ પ્રકારનું દુ:ખ આપીને સજા કરીશ. બસ ! ભગવાને આટલો નિયમ બતાવ્યો અને આપણને સ્વતંત્ર બુદ્ધિ આપી આ સંસારમાં છૂટા મૂકયા છે.
 હવે આપણે બુધ્ધિ વાપરવાની છે કે આપણે સાત્વિક કર્મ કરવું છે કે રાજિસક-તામિસક કર્મ કરવું છે.? પાપ કરવું છે કે પુય કરવું છે? ધર્મ કરવો છે કે અધર્મ આચરવો છે? કોઇપણ જાતનો નિર્ણય કરવા માટે આપણે સ્વતંત્ર છીએ.ભગવાન એમાં રોકટોક કરતો નથી.ભગવાન ફકત ફળ આપવાની લગામ એમના હાથમાં રાખી છે.જો આપણે ખોટું કર્મ કરીશું,આદ્યાત્મિક કર્મ કરીશું,પાપ કરીશું,રાજિસક-તામિસક બનીશું તો આપણને સજારૂપે દુ:ખ આપશે અને જો આપણે સત્કર્મ કરીશું,પુયકર્મ કરીશું,ધાર્મિક કર્મ કરીશું,સાત્વિક કર્મ કરીશું તો આપણને પુરસ્કારરૂપે સુખ આપશે.આપને બધા જીવનમાં શું ઇચ્છીએ છીએ એ તો આપણે જાણીએ જ છીએ.કોઇને દુ:ખ જોઇતું નથી,બધાને સુખ જોઇએ છે.કોઇને દંડ ભોગવવો નથી, બધાને પુરસ્કાર જોઇએ છે.તેમ છતાં મોટાભાગે આપણે કર્મ બીલકુલ અવળું કરી રહ્યા છીએ. ભગવાન આપણને લગભગ તો દંડ જ આપે એવું ભાથું આપણે બાંધી રહ્યાં છીએ.
 કર્મનો સિદ્ધાંત સાંભળવામાં સહેલો છે, સમજવામાં પણ સહેલો છે પણ આચરણ કરવાનું જયારે આવે છે ત્યારે આપણને આ િસદ્ધાંત અધરો લાગે છે. આચરણ કરવાનું આવે ત્યારે આપણી બુિદ્ધ પર માયા સવાર થઇ જાય છે. માયા આપણને અવળું સમજાવે છે જે આપણી રાજિસક-તામિસક પ્રકૃતિને અનુકૂળ પડે છે, તેથી આપણે અવળું કર્મ કરવા લાગીએ છીએ. માયા આપણી બુધ્ધિ માં ભ્રાન્તિ સર્જે છે જેથી આપણે કર્મના સિદ્ધાંતને ખોટો માની લઇએ છીએ. આપણને ભ્રાન્ત બુધ્ધિ સમજાવે છે કે શાસ્ત્ર કહેતું હોય તો ભલે કહેતું હોય પણ કર્મનો આવો કોઇ કાયદો હોય તેમ જણાતું નથી, માટે આપણને અનુકૂળ પડે તેમ જ કરવું.
                                   સકામ અને નિષ્કામ કર્મોનાં ફળ
          અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થ તો સકામ કર્મો છે. એ આપણને બંધનમાં નાખનારા છે. સકામ કર્મ એને કહેવાય કે જે કર્મ આપણે કરીએ એનું ફળ આપણે ભોગવવું જ પડે.એ રીતે ફળ ભોગવી લઇએ એટલે એ કર્મનો નાશ થઇ જાય, પછી એ આપણાં ખાતે બાકી રહે નહીં. જયાં સુધી સકામ કર્મનું ફળ ન ભોગવ્યું હોય ત્યાં સુધી એ કર્મ આપણે માથે તલવારની જેમ લટકતું રહે.એનું ફળ ભોગવી ન લઇએ ત્યાં સુધી એ કર્મનો નાશ ન થાય. સ દ્રિષ્ટએ જોતાં સમજાશે કે અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થ દ્રારા આપણને જે કાંઇ ફળપ્રાપ્તિ થાય છે એ ક્ષિણક જ હોય છે.એ ફળ મળી જતાં કર્મ નાશ પામે છે. વળી મળેલું ફળ પણ કાયમ ટકતું નથી. વહેલું કે મોડું તે નાશ પામે છે.
 અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થ કરતાં ધર્મપુરુષાર્થ અને મોક્ષપુરુષાર્થ અલગ પ્રકારનાં પુરુષાર્થ છે. ધર્મપુરુષાર્થમાં જે કર્મો કરવામાં આવે તે સકામ પણ હોઇ શકે અને નિષ્કામ પણ હોય શકે.મોક્ષપુરુષાર્થના તમામ કર્મો નિષ્કામ જ હોય છે જેનું કોઇ બંધન થતું નથી.તેનાં ફળનો સરવાળો થયા કરે છે અને તે ફળનો કદી નાશ થતો નથી.ધર્મપુરુષાર્થ દ્રારા આપણે જે ફળ પ્રાપ્ત કરીએ તે સકામ હોય તો વહેલું મોડું નાશ પામે છે. જો એ નિષ્કામ કર્મ હોય તો તેના દ્રારા પ્રાપ્ત થતી સાત્વિકતા અને ધાર્મિકતાનો કદી નાશ થતો નથી.જયારે િનષ્કામ ધર્મપુરુષાર્થ દ્રારા મેળવેલી સાતવિકતા અને ધાર્મિકતાનો સરવાળો મોટો થઇ જાય ત્યારે ભગવાન આપણને મોક્ષપુરુષાર્થના અિધકારી બનાવે છે.તે પછી આપણે મોક્ષપુરુષાર્થનું આચરણ કરતાં થઇ જઇએ છીએ.મોક્ષપુરુષાર્થનું સમ્યક્ આચરણ કરવાથી જ આ સંસારનાં બંધનોમાંથી આપણા આત્માની મુિકત થઇ શકે છે.એ રીતે મોક્ષ પામવો એ મનુષ્ય જીવનનું ઉત્તમ ધ્યેય છે.

No comments:

Post a Comment